આધાર બાબતે ફેલાયેલી અફવા વિશે ખરાઈ (Truth regarding the rumor spread about Aadhaar)



હેલ્લો,
કેમ છો મિત્રો,

આધારકાર્ડ વિશે:

આપ તો આધારકાર્ડ વિશે જાણતા જ હશો. આધાર UIDAI (unique idenfication authority of india) દ્વારા આપવામાં આવતો એક મહત્વનો ઓળખનો પુરાવો છે. જે એક માણસ માત્ર એક જ ધારણ કરી શકે છે અને તે યુનિક હોય છે. આધારકાર્ડ આજે મહત્વના પુરાવા તરીકે ખૂબ જ જરૂરી બની ગયું છે. અને તે તમામ પ્રકારની સરકારી સેવાઓમાં ઓળખનો મહત્વનો પુરાવો છે. જે બાળક થી લઈને આધેડ સુધી સૌ કોઈ બનાવી શકે છે. જેના માટે આપણે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લઈને બનાવી શકીએ છે.

આધારકાર્ડ નોંધણી વિશે ફેલાયેલી એક અફવા:

વાયરલ મેસેજ
તાજેતરમાં વોટસઅપ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. " જેમાં કહેવામાં આવ્યું છે કે UIDAI દ્વારા હવે ૫ વર્ષથી મોટી ઉંમરના લોકોની નોંધણી આધાર સેવા કેન્દ્રો ખાતે બંધ કરી દેવામાં આવી છે. અને ૩૦ સપ્ટેમ્બર સુધી નોંધણી ન કરાવશે તો  ૫ વર્ષથી ઉપરના લોકોએ નોંધણી કરાવવા માટે આધારકાર્ડની પ્રાદેશિક કચેરીઓ ખાતે જવું પડશે. જે દેશના અમુક શહેરોમાં જ છે." આ વાત હાલ વોટસઅપ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. અને લોકો તેના કારણે ચિંતામાં મુકાયા છે.

શું આ વાત સાચી છે?

આ વાતની પુષ્ટિ કરવા અમારા દ્વારા UIDAI ના સત્તાવાર ટોલ ફ્રી નંબર (૧૯૪૭) પર કોલ કરી અને UIDAI ના સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપર પણ પુછવામાં આવ્યું. તથા UIDAI ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર પુષ્ટિ કરવામાં આવી.

ઉપરોક્ત બાબતે તમામ જગ્યાએ એ જવાબ આપવામાં આવ્યો કે UIDAI દ્વારા આવા કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું નથી. માટે આધાર નોંધણી ૫ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બંધ થઈ જશે એ તદ્દન પાયાવિહોણી વાત છે. જેનો uidai સાથે કોઈ સંબંધ નથી.

માટે આપ નિશ્ચિંત રહો અને હજી સુધી આપે આધાર નોંધણી ન કરાવી હોય તો કરાવી લો. એ ખૂબ જ જરૂરી પુરાવો છે. જો આપને આ બાબતે કોઈ પ્રશ્નો હોય તો અમારા સંપર્ક વિભાગમાં વિના સંકોચે સંપર્ક કરી શકો છો. અને આવી જ બીજી જાણકારી તમને મળતી રહે એ માટે નીચે જમણી બાજુ આવેલા લાલ બટન પર ક્લિક કરી વેબસાઈટને સબ્સ્ક્રાઇબ કરો.




સાદર.
કિસ્મત કોમ્યુનિકેશન વતી
અબુસુફિયાન હાંસ.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

આયુષ્માન ભારત યોજના