આયુષ્માન ભારત યોજના

આયુષ્માન ભારત (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શું છે?


આયુષ્માન ભારત યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે. જેનો લાભ દરેક ભારતીય નાગરિક લઈ શકે છે. આ યોજના  સપ્ટેમ્બર -૨૦૧૮માં લાગુ કરવામાં આવી હતી. આ યોજનાના લાભાર્થી પરીવારને ₹ ૫ લાખ સુધીની વાર્ષિક આરોગ્યની સારવાર વિનામૂલ્યે કેશલેસ થાય છે. હાલ ગુજરાત સરકાર દ્વારા જેની મર્યાદા ૧૦ લાખ કરવામાં આવેલ છે. જેનો એક પણ રૂપિયો લાભાર્થીઓએ ચૂકવવાનો હોતો નથી. આ યોજના માટે વાર્ષિક આવક મર્યાદા ₹ ૪ લાખની છે. આ યોજના અંતર્ગત ગુજરાતભરની ૨૪૯૯ ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં સારવાર કરાવી શકો છો.

આયુષ્માન ભારત યોજનામાં કયા કયા રોગોની સારવાર થશે?

આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ  સમાવેશ કરવામાં આવ્યો છે.

રજિસ્ટ્રેશન કયા કરાવવું?

૧. ગ્રામપંચાયત તથા નગરપાલિકા મહાનગર પાલિકા ખાતે.
૨. આપના નજીકના પ્રાથમિક સારવાર કેન્દ્ર પર.
૩. જે હોસ્પિટલોમાં આયુષ્માન ભારત યોજના ચાલુ હોય ત્યાં.

રજિસ્ટ્રેશન માટે જરૂરી પુરાવા:

૧. આધારકાર્ડ
૨. આવકનો દાખલો
૩. રેશનકાર્ડ

આ કાર્ડ પરીવારમાં વ્યક્તિદીઠ અલગ અલગ હોય છે. પરીવારના પહેલા સભ્યનો રજિસ્ટ્રેશન કર્યા બાદ તેમાં પરીવારના અન્ય સભ્યોના નામ તે સભ્યની સંમતિથી ઉમેરી શકાય છે. તે માટે જરૂરી પુરાવાની વિગત નીચે મુજબ છે.

૧. આધારકાર્ડ (મુખ્ય વ્યક્તિનો તથા જેનું નામ ઉમેરવાનું છે તેનો)
૨. મુખ્ય વ્યક્તિનું pmjay આઇ. ડી (આયુષ્માન કાર્ડ)
૩. રેશનકાર્ડ 


14555 / 1800111565


જો આપને આયુષ્માન ભારત યોજના બાબતે કોઈ પ્રશ્ન હોય તો અમારો સંપર્ક પણ કરી શકો છો.








ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

આધાર બાબતે ફેલાયેલી અફવા વિશે ખરાઈ (Truth regarding the rumor spread about Aadhaar)